દાહોદ જિલ્લાના ખેડુતો સામેના પડકારો અને તકો : એક વિશ્લેષણાત્મક અભ્યાસ

Authors

  • ડૉ. પ્રવિણકુમાર એમ. હાંડા આસિસ્ટન્ટ પ્રોફેસર, અર્થશાસ્ત્ર વિભાગ, સરકારી વિનયન કોલેજ શહેરા

Abstract

ભારતીય ગ્રામ્ય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ અત્યંત છે. ગુજરાત રાજ્યનો દાહોદ જિલ્લો આદિવાસી બહુલ હોવાથી અહીંની મોટાભાગની વસ્તી જીવનનિર્વાહ માટે ખેતી પર આધારિત છે. આ સંશોધન લેખમાં દાહોદ જિલ્લાના ગ્રામ્ય કૃષિ ખેડુતોને અસર કરતા આર્થિક, સામાજિક, પ્રાકૃતિક તથા સંસ્થાગત પરિબળોનું શૈક્ષણિક દૃષ્ટિકોણથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અભ્યાસ માટે Census of India, NABARD Potential Linked Plan, તથા ગુજરાત રાજ્ય કૃષિ વિભાગના વિશ્વસનીય સરકારી અહેવાલોમાંથી પ્રાપ્ત દ્વિતીયક માહિતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશ્લેષણ પરથી સ્પષ્ટ થાય છે કે વરસાદ આધારિત ખેતી, મર્યાદિત સિંચાઈ સુવિધાઓ, જમીનનાં નાના નાના ટુકડા અને બજાર સુધીની મર્યાદિત પહોંચ મુખ્ય પડકારો છે. સાથે સાથે, પાક વૈવિધ્યકરણ, બાગાયત, પશુપાલન અને અન્ય સહાયક કૃષિ પ્રવૃત્તિઓ દ્વારા ખેડૂતોની આવક વધારવાની નોંધપાત્ર સંભાવનાઓ પણ રહેલી છે.

References

I. Census of India (2011). District Census Handbook: Dahod.

II. NABARD (2019-20). Potential Linked Plan – Dahod District.

III. Government of Gujarat. District Agricultural Statistics.

IV. Planning Commission & related research studies.

V. સામાજિક આર્થિક સમીક્ષા 2012-13, 2018-19

Additional Files

Published

15-05-2020

How to Cite

ડૉ. પ્રવિણકુમાર એમ. હાંડા. (2020). દાહોદ જિલ્લાના ખેડુતો સામેના પડકારો અને તકો : એક વિશ્લેષણાત્મક અભ્યાસ. International Educational Applied Scientific Research Journal, 5(5). Retrieved from https://ieasrj.com/journals/index.php/ieasrj/article/view/527