પર્યટનથી પરિવર્તન: ગુજરાતના આર્થિક વિકાસમાં પ્રવાસનનો ફાળો

Authors

  • ડૉ. પ્રવિણકુમાર એમ. હાંડા આસિસ્ટન્ટ પ્રોફેસર, અર્થશાસ્ત્ર વિભાગ, સરકારી વિનયન કોલેજ શહેરા

Abstract

છેલ્લા એક દાયકાની સરખામણીએ વિતેલા એક વર્ષમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. રાજ્ય સરકાર દ્વારા કુદરતી સંસાધનોના સંવર્ધન અને જાહેર સ્થળોના આધુનિકીકરણ પાછળ કરવામાં આવેલા વ્યૂહાત્મક મૂડીરોકાણને પરિણામે વિદેશી હૂંડિયામણમાં નોંધપાત્ર વધારો થયો છે. 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' જેવી વૈશ્વિક ઓળખ આજે દૈનિક 5 થી 10 લાખ રૂપિયાની આવક રળી આપે છે, જે પ્રવાસનની ક્ષમતાનો જીવંત પુરાવો છે. આ વિકાસ માત્ર શહેરો પૂરતો મર્યાદિત ન રહેતા છેવાડાના વિસ્તારો સુધી પહોંચ્યો છે, જેનાથી સ્થાનિક સ્તરે રોજગારીની વિપુલ તકો સર્જાઈ છે. દેશ-વિદેશમાં થતા સઘન પ્રચાર-પ્રસારને કારણે પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો છે, ત્યારે હજુ પણ બાકી રહેલા કુદરતી સંસાધનોનો સુયોજિત વિકાસ કરવામાં આવે તો ગુજરાત પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી શકે તેમ છે. ટૂંકમાં, આજે પ્રવાસન ક્ષેત્ર ખરા અર્થમાં ગુજરાતના વિકાસનું 'હૃદય' બની ગયું છે.

References

I. Gujarat tourism policy (2015-2020)

II. Vibrant Gujarat (2017) website.

III. ગુજરાત સામાજિક-આર્થિક સમીક્ષા 2017-18

IV. ગુજરાતની અસ્મિતા' – રજની વ્યાસ.

Additional Files

Published

15-01-2021

How to Cite

ડૉ. પ્રવિણકુમાર એમ. હાંડા. (2021). પર્યટનથી પરિવર્તન: ગુજરાતના આર્થિક વિકાસમાં પ્રવાસનનો ફાળો. International Educational Applied Scientific Research Journal, 6(1). Retrieved from https://ieasrj.com/journals/index.php/ieasrj/article/view/528