મહીસાગર જિલ્લાની લોકસંસ્કૃતિમાં કલેશ્વરીનું પ્રદાન

Authors

  • પટેલ નૂતનબહેન ભીખાભાઈ પીએચ ડી રિસર્ચ સ્કોલર, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા
  • ડૉ. દક્ષા એમ પટેલ એસોસિયેટ પ્રોફેસર, ઇતિહાસ વિભાગ, શ્રી તેજેન્દ્રપ્રસાદજી સ્વામિનારાયણ આર્ટસ કોલેજ, કોઠંબા, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા

DOI:

https://doi.org/10.5281/zenodo.18708103

Abstract

 માનવીનું જીવન માત્ર ભૌતિક આવશ્યકતાઓથી જ નહીં, પરંતુ આધ્યાત્મિકતા, ભક્તિ અને લોકપરંપરાના સંવર્ધનથી પણ સમૃદ્ધ બને છે. ગુજરાતની ધરતી પર અનેક એવા પવિત્ર સ્થાનોએ લોકસંસ્કૃતિને ઘડવામાં અને લોકહૃદયને એકતા, ભક્તિ અને પરંપરાના ધાગાથી બાંધવામાં વિશિષ્ટ પ્રદાન આપ્યું છે. તેમાં મહીસાગર જિલ્લાના કલેશ્વરી ધામ લોકઆસ્થાનું એક અનોખું કેન્દ્ર છે. કલેશ્વરી માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ લોકજીવનના તહેવારો, મેળાઓ, ગીતો, લોકકથાઓ અને લોકભક્તિનું જીવંત દર્પણ છે. અહીં ભક્તિ સાથે લોકસંગીત, નૃત્ય, મેળાવડા અને ધાર્મિક વિધિઓનો સંગમ જોવા મળે છે, જે લોકસંસ્કૃતિને સજીવન રાખે છે. ગામડાના માણસ માટે કલેશ્વરી  આશ્રયસ્થાન તો છે જ, પરંતુ સાથે-સાથે તેની જીવનશૈલી, સંસ્કારો અને સામાજિક એકતાનું કેન્દ્રબિંદુ પણ છે. અટલે કે, કલેશ્વરી મહીસાગર જિલ્લાના આંગણે આસ્થા, પરંપરા અને લોકઉલ્લાસ, લોકસંસ્કૃતિનું પ્રતિક બનીને આજે પણ પેઢી દર પેઢીને પ્રેરણા પૂરું પાડે છે. લોક પરંપરા એક પેઢીમાંથી બીજી હસ્તાંતરિત થતી હોય છે. લોકગીત લોકસાહિત્ય, સાંસ્કૃતિક અને સામાજિક રીત રિવાજો સંસ્કૃતિની ખાસિયત છે‌. સંસ્કૃતિ એટલે માનવ કલ્યાણના મૂળભૂત મૂલ્યો જે પેઢી દર પેઢી ઉતરી આવે. સ્થાપત્ય, સાહિત્ય, ચિત્રકલા, નાટક, નૃત્ય આ બધા સંસ્કૃતિના આધાર છે. મનુષ્યની વિચાર પ્રણાલી, જીવન પ્રણાલી ભક્તિ પ્રણાલી એટલે સંસ્કૃતિ. લોકોના રૂડા રૂપાળા પહેરવેશ, પોતાના ઇષ્ટદેવ, દેવ-દેવીઓ, કળા, સંગીત, સાહિત્ય, ભાતીગળ સંસ્કૃતિ, નૃત્ય, લોકરિવાજો, માન્યતાઓ, નીતિરીતિના ખ્યાલો, રહેણીકરણી ખાનપાન વગેરેમાં સંસ્કૃતિના દર્શન થાય છે. લોકસંસ્કૃતિ એ કોઈ એકલદોકલ માનવી કે માનવસમૂહનું સર્જન નથી, પરંતુ અનેક લોક જાતિઓનો સમન્વય છે.

References

I. માહિતી નિયામક ,ગુજરાતની સ્થાપત્ય કલા, ગુજરાત રાજ્ય , ગાંધીનગર ,૨૦૧૯-૨૦, પૃષ્ઠ -૧૧૯

II. એજન-૧૧૯

III. રૂબરૂ મુલાકાત, સાઈન બોર્ડ, ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ, કલેશ્વરી સ્મારક સમૂહ

IV. રૂબરૂ મુલાકાત, સાઈન બોર્ડ, ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ, કલેશ્વરી સ્મારક સમૂહ

V. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સંતરામપુર, મહિમાવંતો મહીસાગર,૨૦૧૬-૧૭, પૃષ્ઠ -૨૬

VI. રૂબરૂ મુલાકાત, સાઈન બોર્ડ, ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ, કલેશ્વરી સ્મારક સમૂહ

VII. રૂબરૂ મુલાકાત, સાઈન બોર્ડ, ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ, કલેશ્વરી સ્મારક સમૂહ

VIII. ચિત્રલેખા જર્નલ, વોલ્યુમ 1, વર્ષ -૨૦૧૭, પૃષ્ઠ -૭૧

IX. રૂબરૂ મુલાકાત ,કાનજીભાઈ પટેલ, કલેશ્વરી

X. માહિતી નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, ગુજરાત એટ-અ-ગ્લાન્સ, ૨૦૧૮-૧૯, પૃષ્ઠ -૧૮૩

Additional Files

Published

01-06-2025

How to Cite

પટેલ નૂતનબહેન ભીખાભાઈ, & ડૉ. દક્ષા એમ પટેલ. (2025). મહીસાગર જિલ્લાની લોકસંસ્કૃતિમાં કલેશ્વરીનું પ્રદાન. International Educational Applied Scientific Research Journal, 10(6). https://doi.org/10.5281/zenodo.18708103