ભીલ સેવા મંડળના આજીવન સેવક : શ્રી લક્ષ્મીદાસ શ્રીકાંત

Authors

  • પરમાર ભરતકુમાર કાળુભાઈ પીએચડી રિસર્ચ સ્કોલર, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા
  • ડૉ. દિલીપકુમાર સી. યાદવ એસોસિયેટ પ્રોફેસર, શ્રી કે.આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદ

DOI:

https://doi.org/10.5281/zenodo.15622716

Abstract

ઈ.સ.૧૯૨૨માં પૂજ્ય ઠક્કરબાપાએ ભીલ સેવા મંડળ દાહોદની સ્થાપના કરી. ભીલ સેવા મંડળની સ્થાપના બાદ મંડળના વિકાસ અને સેવક તરીકે આજીવન સેવકોની જરૂર હતી.મુંબઈમાં વૈભવી જીવન છોડી આદિવાસીઓની સેવા કરવા માટે પૂજ્ય ઠક્કરબાપાની પ્રેરણાથી શ્રી લક્ષ્મીદાસ શ્રીકાંત ભીલ સેવા મંડળમાં જોડાયા અને દુષ્કાળ રાહતના કામમાં જિલ્લાના ગામે-ગામ ફર્યા.પંચમહાલ ઉપરાંત ભારતના અન્ય આદિવાસી વિસ્તારમાં પૂ.ઠક્કરબાપાની દોરવણી મુજબ કાર્ય કર્યું.સ્વરાજ્ય પ્રાપ્તિ બાદ ભારત સરકારના આદિજાતિ ઉત્કર્ષ ખાતાના કમિશ્નર બન્યા. સમગ્ર દેશમાં જુદા જુદા પ્રાંતોમાં મુસાફરી કરીને આદિવાસીઓ અને પછાતજાતિઓની સેવા કરી.આમ,શ્રી લક્ષ્મીદાસ શ્રીકાંતે પોતાનું સમગ્ર જીવન ભારતના આદિવાસીઓ અને અન્ય પછાત જાતિઓના હિતોના રક્ષણ તથા વિકાસ માટે સમર્પિત કર્યું.

References

૧. ભીલ સેવા મંડળ દાહોદ, સુવર્ણ જયંતિ મહોત્સવ અંક માર્ચ, ૧૯૮૦, પૃ. ૨૫

૨. એજન પૃ. ૨૫

૩. લક્ષ્મીદાસ શ્રીકાંત, મારું ગાંધીયુગનું ઘડતર, દાહોદ, પૃ.૩

૪. ભીલ સેવા મંડળ દાહોદ, સુવર્ણ જયંતિ મહોત્સવ, અંક માર્ચ,૧૯૮૦, પૃ. ૨૬

૫. વાઘેલા અરુણ,પંચમહાલ જિલ્લામાં ગાંદીવાદી રચનાત્મક પ્રવૃત્તિઓ અને સ્વાતંત્ર્ય સૈનિકો, અક્ષર પબ્લિકેશન, અમદાવાદ,વર્ષ-૨૦૨૨ પૃ. ૧૦૧

૬. એજન પૃ. ૧૦૧

૭. ડાહ્યાભાઈ દવે, શ્રી કાલોલ તાલુકા મહાસભા સમિતિનો ૧૯૩૦-૩૧ના વર્ષનો અહેવાલ, ૧૯૩૧,પૃ.૮

Additional Files

Published

15-03-2024

How to Cite

પરમાર ભરતકુમાર કાળુભાઈ, & ડૉ. દિલીપકુમાર સી. યાદવ. (2024). ભીલ સેવા મંડળના આજીવન સેવક : શ્રી લક્ષ્મીદાસ શ્રીકાંત. International Educational Applied Scientific Research Journal, 9(3). https://doi.org/10.5281/zenodo.15622716